🙏🏻માતા શિવાદેવી... ને
પિતા સમુદ્રવિજય...
ના જાયા ...!
"નેમ કુંવરની વાતડી કેને
કહીએ " 🌷🌷
*પ્રભુ ! આપ નાનાં હશો ત્યારે.... કેવાં હશો ? 🍁
અષાઢ નાં ગોરંભાયેલા આકાશ માં. .. ઉમટી ને આવેલાં ભુરાં ભુરાં વાદળો જેવું રુપ ....!
જેમાં પાછળ સુર્ય હોય તો એ વાદળો માંથી ચમક -પ્રકાશ નીકળે. .એવું અદ્વિતીય તેજ ...!
નાનાં .. ગોળમટોળ..ગોલુંમોલું..!
શ્યામ ગુલાબી ગાલ ...!
વાતો કરતી..અમી ઝરતી આંખ ..!
ધનુષ્ય જેવાં નેણ..!
મંદ મંદ મરકતાં ગુલાબ જેવાં હોઠ..!
નમણું નાક ...!
કાન માં કુંડળ. .!
વાંકડીયા કાળાં ..ઘુંઘરાળા ..ખભા સુધી લટકતાં કેશ...!
એ વાળ ઉપર સુર્ય.. ચંદ્ર.. તારા..નક્ષત્ર...ની નકશીવાળો... મુગટ ! ને એના પર નાનું -શું મોરપિંછ. ..!
પીળાં રંગ ની ધોતી ..!
ને ઉપર ફુલ ની નકશીવાળો કંદોરો...!
કદંબ વૃક્ષ ની ડાળ જેવાં બે હાથ...!
રત્નોથી ચળકતો બાજુબંધ..!
તેમાં સુર્ય ને ચંદ્ર ના તેજ પડતાં ચોમેર તેજવલયો સર્જાતાં હશે..!
પગમાં ઝીણી ઘુઘરીયાળી કડલીઓ. .. !
ચાલે ત્યારે "છમ છમ " નો અવાજ. .!
આવું અદ્ભુત રુપ ધરાવતાં...
*મારા નાનકડાં નેમ * જોવાં ...
લોકો તો ઉમટતાં જ હશે.. !🍂🍂
પણ
*દેવો'ય બાળરુપ ધારણ કરી પ્રભુ સાથે રમવાં આવતાં હશે ..! 🌻🌻
ને કેમ ના આવે ...? ☘☘
હું કલ્પના માં'યે તમારું બાલસ્વરુપ જોઇને તમને ઉંચકી ફેરફુદરડી ફરું છું...! 🌹🌹
મારાં બાલુડાં ... .મારા નાનકાં..
નેમ કુમાર ! તમારાં ઓવારણાં લઉં! ..🍁🍁
તમારા કાન પાછળ અંજન તિલક કરું..... 🌺🌺
જેથી આપને કોઇની નજર ન લાગે ** . ..! 🍁🍁
( પ્રભુ નેમજી ના જન્મ કલ્યાણક ની હાર્દિક વધામણી 💐💐 )
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻